હાલ સાસર ગીર ખાતે રાજ્ય સરકાર દ્વારા સિંહોની વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી હોય, જેમાં નિરીક્ષક તરીકે વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા જોડાયા હતા. આ તકે તેમણે જણાવ્યું હતું કે, સાસણ ગીર ખાતે સિંહની વસ્તી ગણતરીના નિરીક્ષક તરીકે જોડાઈને આ પ્રવાસમાં મેં વ્યક્તિગત રીતે 81 સિંહોની ગણતરી કરી, મારા માટે આ ક્ષણ ચિરસ્મરણીય રહેશે. ગીરની આગવી ઓળખ એવા આપણા એશિયાઈ સાવજની ગણતરીમાં સામેલ થવાથી અત્યંત હર્ષ અને ગૌરવની અનુભૂતિ કરું છું…
પ્રતિ પાંચ વર્ષે રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા સિંહની વસ્તીનો અંદાજ લેવામાં આવે છે. 16મી સિંહ વસ્તી ગણતરી – 2025 અંતર્ગત હાલ રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકા વિસ્તારમાં ડાયરેકટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી અને સ્થાનિક લોકો અને અગ્રણીઓની ભાગીદારીથી એશિયાઈ સિંહોની ગણતરી કરવામાં આવી રહી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1