વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં નવા બનતા ઇટાલીનો ટાઇલ્સ એલએલપી નામના કારખાનામાં મશીનરી ફીટીંગ કામગીરી માટે રાખેલ આશરે 600 કિલો જેટલા કોપર વાયર (કિંમત રૂ. ૩,૬૦,૦૦૦) ની કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરી લઇ જતા આ બનાવ મામલે કારખાનેદાર દ્વારા વાંકાનેર તાલુકા પોલીસમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં નવા બનતા ઇટાલીનો ટાઇલ્સ એલએલપી નામના કારખાનાના ભાગીદાર પાર્થભાઈ અનીલભાઈ લોરીયા (ઉ.વ.૨૫, રહે. મોરબી) એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના નવા બનતા કારખાનામાં કીલન ફિટીંગ કામગીરી ચાલી રહી હોય, જેના વાયરીંગ માટે કારખાનામાં રાખેલ આશરે 400 મીટર કોપર વાયર જેનો વજન આશરે 600 કિલો જેની કિંમત રૂ. 3,60,000 ની કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરી લઇ જતા બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS