Monday, June 16, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના ઢુવા અને રંગપર નજીક કાર અને બાઇકમાં બિયર ટીન સાથે બે...

    વાંકાનેરના ઢુવા અને રંગપર નજીક કાર અને બાઇકમાં બિયર ટીન સાથે બે ઝડપાયા, 4.30 લાખનો મુદ્દામાલ જપ્ત….

    વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા બે અલગ અલગ દરોડામાં ઢુવા નજીક ઇકો સ્પોર્ટ કારમાં બિયર ટીન લઈને નીકળેલા એક ઇસમ તેમજ બીજા દરોડામાં બાઈક ઉપર બે બિયરના ટીન સાથે નીકળેલ એક શખ્સને ઝડપી પાડી બંને દરોડામાં બિયરના ટીન, કાર તથા બાઇક સહિત 4.30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

    પ્રથમ દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે ઢુવા-માટેલ રોડ ઉપર અક્ષર કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ સામેથી આરોપી ગૌતમ જીતેન્દ્રભાઈ રાઠોડ (રહે. ભીમગુડા ખાણ, મૂળ રહે. અમરદળ, પોરબંદર)ને ઇકો સ્પોર્ટ્સ કારમાં એક નંગ બિયર ટીન (કિંમત રૂ. 250) સાથે ઝડપી પાડી કાર તથા બિયરના ટીન સહિત કુલ રૂ. ૪,૦૦,૨૫૦ નો મુદ્દામાલ જપ્ત કરી બિયર ટીન આપી જનાર અન્ય જામસર ગામના આરોપી મુકેશનું નામ ખુલતા બંને ઇસમો વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

    બીજા દરોડામાં રંગપર ગામની સીમમાં સોમનાથ હોટલ પાસેથી આરોપી પ્રવીણભાઈ નથુભાઈ મેર (રહે.રંગપર)ને બાઈક ઉપર બિયરના બે ટીન સહિત કુલ રૂ. 30,440ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!