વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ દ્વારા આજરોજ પોતાના 52 માં જન્મદિવસની પ્રેરણાદાયી પંચવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ કાર્યક્રમ, કર્મચારીઓને અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના હેઠળ વિમાનો લાભ, શાકભાજી બિયારણ વિતરણ તથા મનો દિવ્યાંગ બાળકોને મિષ્ટ ભોજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા….
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રજ્ઞેશભાઈ પટેલ વાંકાનેર વિસ્તારમાં અનેકવિધ સેવાકાર્યો સાથે જોડાયેલ હોય સાથે પોતાના દાનવીર સ્વભાવથી વાંકાનેરમાં અગ્રણી દાતા તરીકે ઉભરી આવ્યા છે. હાલ તેઓ વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ , વાંકાનેર એજ્યુકેશન સોસાયટીમાં ટ્રસ્ટી, પાંજરાપોળનાં સેક્રેટરી, સિવિલ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિના સભ્ય, વાંકાનેર પાટીદાર સેવા સમાજના પ્રમુખ, ઉમિયાધામ સીદસરનાં ટ્રસ્ટી જેવા અનેક પદ શોભાવી રહ્યા છે…
આજે તેમના જન્મદિવસ નિમિત્તે યોજાયેલ પંચવિધ કાર્યક્રમોમાં વાંકાનેર વિસ્તારના સંતો-મહંતો, સમાજના શ્રેષ્ઠીઓ, સામાજિક તથા રાજકીય અગ્રણીઓ, વેપારીઓ તથા પ્રજાજનો ઉપસ્થિત રહી પ્રજ્ઞેશભાઈ પટેલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી….