વાંકાનેર શહેર નજીકથી રાતીદેવરી ગામથી નેશનલ હાઇવેને જોડતા પંચાસર બાયપાસ ખાતે આવેલ મચ્છુ નદી પર બનેલ મહાકાય પુલ થોડા સમય પહેલા જર્જરિત થયેલ પુલનો ચક્રવાત ન્યુઝ દ્વારા સૌપ્રથમ વિડિયો કવરેજ બાદ સફાળા જાગેલા તંત્ર દ્વારા પુલને તાત્કાલિક બંધ કરાવી સેમ્પલ મેળવી તેના રિપોર્ટ કરાવવામાં આવેલ હોય, જેમાં તાજેતરમાં જ આ બાબતનો રિપોર્ટ આવતાં પુલના બેસી ગયેલા હિસ્સાને તોડી નવા બનાવવા દરખાસ્ત કરવામાં આવી છે…
બાબત ગુજરાત સરકારના જવાબદારી અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ, વાંકાનેરના પંચાસર બાયપાસ રોડ પર મચ્છુ નદી પર બનાવવામાં આવેલ 14 સ્પાન ૨૪ મી. C/C બ્રિજનો એક હિસ્સો અચાનક વચ્ચેથી બેસી જતા બાબતે તપાસ કરતાં 14 પૈકી બ્રિજના એક હિસ્સામાં ત્રણ પૈકી બે બિમ તુટી ગયેલ હોય, જેથી બાબતે તાત્કાલિક સરકારશ્રીની સુચના મુજબ પુલને આમ જનતા માટે બંધ કરી તેની ચકાસણી માટે સેમ્પલ મેળવી લેબમાં મોકલવામાં આવેલ હોય, જેના રિપોર્ટ મુજબ આ પુલના તુટી ગયેલ હિસ્સાનું રિનોવેશન થઇ શકે તેમ ન હોવાથી તેને તોડી અને આ જર્જરિત હિસ્સાને નવો બનાવવા દરખાસ્ત કરવામાં આવી છે. જેથી આગામી દિવસોમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી તુટેલા સ્પાનને નવો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS