Friday, September 20, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકાના પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના પ્રશ્નોની સમીક્ષા કરતા કેબિનેટ મંત્રીશ્રી...

    વાંકાનેર તાલુકાના પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના પ્રશ્નોની સમીક્ષા કરતા કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા…

    વાંકાનેર પ્રાંત કચેરી ખાતે વાંકાનેર તાલુકાના પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના વિવિધ પ્રશ્નો અને કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ….

    વાંકાનેર પ્રાંત કચેરી ખાતે આજરોજ ગુજરાત રાજ્યના જળ સંપતિ, પાણી પુરવઠા, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ દ્વારા અધિકારીઓ સાથે બેઠક યોજી વાંકાનેર તાલુકાના પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના વિવિધ પ્રશ્નો અને કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી…

    આ બેઠકમાં મંત્રીશ્રીએ વાંકાનેર જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના હેઠળ આવેલા ગામડાઓની વિગત મેળવી જે ગામોમાં પાણીનો પ્રશ્ન છે ત્યાં શું ક્ષતિ રહેલી છે તે જાણી ક્ષતિ નિવારવાની કામગીરી કરવા તેમજ ત્યાં સુધી પાણી માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી. વધુમાં મંત્રીશ્રીએ પાણીની ચોરી અટકાવવા અને ગેરકાયદેસર જોડાણ ધ્યાનમાં આવે તો તેને તાત્કાલિક ધોરણે કાપવા પણ જણાવ્યું હતું. જ્યાં પાણી પહોંચતું નથી તેવા ગામોમાં એજન્સીઓ દ્વારા ટેન્કર શરૂ કરાવી એજન્સીઓને નોટિસ આપવા પણ મંત્રીશ્રીએ ભાર પૂર્વક સૂચના આપી હતી…

    આ બેઠકમાં વાંકાનેર ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી, વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી સિદ્ધાર્થ ગઢવી, ગુજરાત રાજ્ય પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ રાજકોટ ઝોન -૩ના મુખ્ય ઈજનેરશ્રી આર.એમ. મહેરિયા, મોરબી જિલ્લા પાણી પુરવઠા અધિકારીશ્રી વાય.એમ. વંકાણી, વાંકાનેર મામલતદારશ્રી યુ. વી. કાનાણી, તાલુકા વિકાસ અધિકારીશ્રી રિઝવાન કોંઢીયા, જીજ્ઞાસાબેન મેર, વાંકાનેરના પદાધિકારીશ્રીઓ તેમજ પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના અધિકારીઓ ઊપસ્થિત રહ્યા હતા.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!