મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર નજીક નાના જડેશ્વર ગામની સીમમાં દરોડો પાડી હાર્ડ મોરમની ખનીજ ચોરી કરતા એક હિટાચી મશીનને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ચોક્કસ ખાનગી બાતમીને આધારે મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ગતરાત્રીના નાના જડેશ્વર વિસ્તાર આકસ્મિક તપાસ હાથ ધરી હાર્ડ મોરામ ખનીજનું બિન અધિકૃત ખનન કરતા એક ટાટા હિટાચી કંપનીનું એક્સકેવેટર મશીન EX-200CC ઝડપી પાડ્યું હતું, જેમાં આ બિન અધિકૃત ખાણકામ એક્સકેવેટર મશીન માલીક જાની નકુલભાઈ ભરતભાઈ (રહે. નાના જડેશ્વર) દ્વારા કરવામાં આવતું હોવાનું જાણવા મળતા ખાણ ખનીજ વિભાગે મશીન જપ્ત કરી કરી ટંકારા પોલીસને જાણ કરી તેમજ ભૂસ્તશાસ્ત્રીની ટીમ દ્વારા ખોદકામ વાળા વિસ્તારની માપણી કરી ચોરી કરેલ ખનીજના જથ્થા તથા ક્યાં સંગ્રહ કરવામાં આવેલ છે તે બાબતે અન્ય સંડોવાયેલ ઈસમો વિરૂદ્ધ તપાસ કરી ફોજદારી કાર્યવાહી હાથ તજવીજ શરૂ કરી છે…..
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L