Saturday, November 23, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના લાકડધાર ગામના પરિવારને ટીકર નજીક નડ્યો અકસ્માત, કાર ડમ્પર પાછળ ઘૂસી...

    વાંકાનેરના લાકડધાર ગામના પરિવારને ટીકર નજીક નડ્યો અકસ્માત, કાર ડમ્પર પાછળ ઘૂસી જતાં એક જ પરિવારના ત્રણ વ્યક્તિના મોત….

    ગત મધ્યરાત્રિના મુળીના ટીકર ગામ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં પતિ, પત્ની અને પુત્ર એમ ત્રણની જીંદગી હોમાઈ…

    સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાનાં ટીકર ગામ નજીક ગત મધ્યરાત્રિના એક કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં વાંકાનેર તાલુકાના લાકડધાર ગામના એક પરિવારના સભ્યો કોઈ કામસર મુળી તરફ જઇ રહ્યા હોય ત્યારે તેમની અલ્ટો કાર ડમ્પર પાછળ ઘૂસી જતાં સર્જાયેલ અકસ્માતમાં પતિ, પત્ની અને એક પુત્ર એમ ત્રણ લોકોના મોત થયા હતા…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામ ખાતે રહેતો ડાભી પરિવાર ગઇકાલે રાત્રે પોતાની અલ્ટો કાર નં. GJ 36 B 3215 લઇ મુળી તરફ જઇ રહ્યા હોય ત્યારે મુળી-સરલા રોડ પર ટીકર ગામ પાસે તેમની કાર ડમ્પર પાછળ ધડાકાભેર અથડાતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં આ અકસ્માતની ઘટનામાં લાકડધાર ગામના કરમશીભાઈ ખોડાભાઈ ડાભી (ઉ.વ. 55) તેમના પત્ની પાંચુબેન કરમશીભાઈ ડાભી (ઉ.વ. 51) અને પુત્ર મહેશ કરમશીભાઈ ડાભી (ઉ.વ. 30)નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં રોહિતભાઈ રમેશભાઈ દુમાદીયા (ઉ.વ. ૨૧) નામના યુવાનને પણ ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં જ મુળી પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો…

    આ અકસ્માતના બનાવમાં ડમ્પરની પાછળ કાર ઘુસી જતાં પતિ-પત્ની અને પુત્ર અલ્ટો કારમાં જ ફસાઈ ગયા હતાં, જેમાં કારને કટરથી કાપી ત્રણેયના મૃતદેહ બહાર કાઢી પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના એકસાથે માર્ગ અકસ્માતમાં મોત થતાં નાના એવા લાકડધાર ગામના ગમગીની છવાઇ ગઇ છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!