Monday, September 15, 2025
More
    Homeમુખ્ય સમાચારટંકારામોરબી જિલ્લામાં 63 ગ્રામ પંચાયતોની સામાન્ય / પેટા ચૂંટણીના આયોજન માટે તંત્ર...

    મોરબી જિલ્લામાં 63 ગ્રામ પંચાયતોની સામાન્ય / પેટા ચૂંટણીના આયોજન માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાઇ…

    મોરબી સહીત રાજ્યભરમાં છેલ્લા અઢી વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી અટકી જતા રાજ્યની 8400 જેટલી ગ્રામ પંચાયતોમાં લાંબા સમયથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે, ત્યારે ટૂંક સમયમાં જ આ તમામ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તંત્ર દ્વારા આયોજન શરૂ કરવામાં આવ્યું છે, જેના માટે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી શાખા દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે….

    મોરબી જિલ્લામાં નવા 8 ગામો સહીત 63 ગ્રામ પંચાયતની સામાન્ય તેમજ 130 ગામોની 192 બેઠકની પેટા ચૂંટણીના આયોજન માટે તંત્ર દ્વારા મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી છે. જેમાં આગામી તા. 8 મે સુધીમાં મતદાર યાદી અંગે વાંધા સૂચનો મંગાવી તા.16 મીએ મતદાર યાદીની ફાઇનલ પ્રસિદ્ધિ કર્યા બાદ ચૂંટણી અંગેની વિધિવત જાહેરાત કરવામા આવશે…

    વાંકાનેર તાલુકામાં નિચેની ગ્રામ પંચાયતોમાં ચુંટણી યોજાશે…
    વાંકાનેર તાલુકાના ૧). કાશીપર-ચાંચડીયા, ૨). ધરમનગર, ૩). ભેરડા, ૪). ગારીયા, ૫). પલાંસડી, ૬). પંચાસીયા, ૭). સિંધાવદર- વીડી ભોજપરા, ૮). ભાયાતી જાંબુડિયા, ૯). પીપળીયા રાજ, ૧૦). ચંદ્રપુર, ૧૧). ભાટીયા ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!