મોરબી જિલ્લામાં ગ્રાન્ટના અભાવે ટીઆરબી જવાનોના પગાર હજુ ચૂકવાયા નથી, જેના કારણે સામાન્ય પગારમાં દરેક પરિસ્થિતિમાં ખડેપગે ટ્રાફિક સેવા આપતા જવાનો મુંજવણમાં મુકાયા છે. સામાન્ય રીતે મહિનો પૂર્ણ થયાના દસ દિવસમાં ટીઆરબી જવાનોને પગાર ચૂકવવામાં આવતો હોય છે. પરંતુ આ વખતે ઓકટોબર મહિનાનો પગાર પણ નવેમ્બર મહિનો પૂર્ણ થવા આવ્યો છતાં ચૂકવાયા નથી….
બાબતે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના ટીઆરબી જવાનોને થતાં પગાર માટેની ગ્રાન્ટ હજુ આવી ન હોવના કારણે પગાર અટક્યા હોય, જે ગ્રાન્ટ આવતા જ પગાર ચૂકવવામાં આવશે. હાલ આ પરિસ્થિતિના કારણે મોરબી, વાંકાનેર, હળવદમાં 50 થી વધારે ટીઆરબી જવાનો 300 રૂપિયાના સામાન્ય વેતનમાં ફરજ બજાવી રહ્યા છે. પગાર ન થવાના કારણે ઘણા ટીઆરબી જવાન આર્થિક સંકડામણ અનુભવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47