Thursday, November 21, 2024
More
    Homeમુખ્ય સમાચારમોરબી સહિત ગુજરાતના સાત શહેરોમાં નવી મહાનગર પાલિકા બનાવવાની જાહેરાત કરતા નાણામંત્રી....

    મોરબી સહિત ગુજરાતના સાત શહેરોમાં નવી મહાનગર પાલિકા બનાવવાની જાહેરાત કરતા નાણામંત્રી….

    મોરબી, નવસારી, ગાંધીધામ, વાપી, સુરેન્દ્રનગર, આણંદ અને મહેસાણાને મહાનગર પાલિકાનો દરજ્જો મળશે….

    સીરામીક ઉદ્યોગને કારણે વિશ્વભરમાં નામના ધરાવતા મોરબી શહેરના વિકાસની દોટ મુકવા આજે ગુજરાત સરકારના વર્ષ 2023-24ના બજેટમાં મોરબી સહિત નવસારી, ગાંધીધામ, વાપી, સુરેન્દ્રનગર, આણંદ અને મહેસાણા એમ સાત શહેરોને મહાનગર પાલિકા બનાવવાની નાણામંત્રી કનુભાઈ દેસાઇએ જાહેરાત કરી છે…

    સીરામીક ઉદ્યોગને કારણે દિવસ રાત કુદકેને ભૂસકે વિકસી રહેલા મોરબી શહેરને મોરબી જિલ્લો બન્યા બાદ પણ જોઈએ તેવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ન મળતા નાગરિકોને પાણી, સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ ન મળવાની સાથે સાંકડા રસ્તાઓને કારણે ટ્રાફિક સમસ્યા વિકરાળ બનતા છેલ્લા દોઢેક વર્ષથી મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપવા માંગ ઉઠી હતી, જેમાં આજે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા રાજ્યના વર્ષ 2024-25ના બેજેટમાં મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે, તેવી જાહેરાત કરતા મોરબીને મહત્વની ભેટ મળી છે…

    વધુમાં ગુજરાત સરકાર દ્વારા મોરબી ઉપરાંત નવસારી, ગાંધીધામ, વાપી, સુરેન્દ્રનગર, આણંદ અને મહેસાણા સહિત અન્ય સાત શહેરોને પણ નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો આપવા જાહેરાત કરી છે..

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!