હઝરત મીરૂમીયા બાવાના 102 માં તેમજ હઝરત પીર સૈયદ મીર સાહેબ બાવાના પ્રથમ ઉર્ષ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું….
વાંકાનેર શહેર ખાતે આવેલ મુસ્લિમ સમાજના આસ્થાના પ્રતિક સમા હઝરત સુફી સંત પીર સૈયદ મેરૂમીયા બાવાના ઉર્ષની દર વર્ષે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવતી હોય, જેમાં આ વર્ષે આગામી સોમવારના રોજ મીરૂમીયા બાવાના 102 માં તેમજ મીર સાહેબ બાવાના પ્રથમ ઉર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે, જે નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે…
આ ઉર્ષની ઉજવવામાં આગામી રવિવારે સવારે 9 થી 12 દરમ્યાન પીર મશાયખ હોસ્પિટલ દ્વારા દરગાહ શરીફ પાછળ ગ્રાઉન્ડમાં રક્તદાન કેમ્પ તથા રાત્રીના ખતીબે એહલેબૈત હઝરત અલ્લામા મૌલાના મુફ્તી મોહંમદશફીક હનફી સાહેબ (મુંબઈ)ની શાનદાર તકરીર તેમજ સોમવારે દિવસ દરમિયાન ચાદર પોશી, સાંજે ૫:૩૦ વાગ્યાથી આમન્યાઝ તેમજ રાત્રીના સંદલ શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમો સજ્જાદા નશીન અલ્હાજ પીર સૈયદ શાઇરએહમદ પીરઝાદાની રહેબરીમાં યોજાશે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65