મોરબી શહેર ખાતે રહેતી એક પરિણીત મહિલાની અંગત પળોના ફોટો અને વીડિયો મોબાઈલમાં ઉતારી તેમજ પરિણીતા અને આરોપી વચ્ચે થયેલા વીડિયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી વાંકાનેરના એક શખ્સે આવા ફોટા તથા વીડિયો વાયરલ કરી નાંખતા બાબતે મહિલાએ આરોપી સામે મોરબી સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેર ખાતે રહેતી અને મૂળ વાંકાનેરની વતની એક પરિણીત મહિલાએ આરોપી કિશન વસંતભાઈ બારોટ (રહે. નવાપરા, વાંકાનેર) નામના શખ્સ વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, આરોપી કિશન બારોટે ફરિયાદી અને તેના વચ્ચેની અંગત પળોના ફોટા અને વીડિયો મોબાઈલમાં પાડી લઇ તેમજ ફરિયાદી અને આરોપી વચ્ચે થયેલ બિભત્સ વીડિયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી બાદમાં વાયરલ કર્યા હતા, જેથી આ બનાવમાં પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી આરોપી સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS