વાંકાનેર શહેર ખાતે આજરોજ 24માં જૈન તિર્થકર ભગવાન મહાવીર સ્વામીના જન્મોત્સવની જૈન સમુદાય દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમ્યાન અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા શહેરીજનોમાં શુદ્ધ ઘીના લાડુનું પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવ્યું હતું…
આ સાથે જ આ તકે અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ દ્વારા મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિવસ નિમિતે ચાવડી ચોક ખાતે સવારે ૧૦:૩૦ થી શુદ્ધ ઘીના બુંદીના લાડવાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં લોકોના અભુતપૂર્વ પ્રતિસાદથી માત્ર બે કલાકમાં તમામ પ્રસાદીનું વિતરણ પુર્ણ થયું હતું….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1