વાંકાનેર તાલુકાના માટેલ-ઢુવા રોડ પર આવેલ એક સિરામિક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રહી મજુરીકામ કરતાં પરપ્રાંતિય શ્રમિકે કોઈ અગમ્ય કારણોસર ફેક્ટરીની ઓરડીમાં દોરડાથી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ-ઢુવા રોડ પર આવેલ સુઝોરા સિરામીક ખાતે લેબર ક્વાર્ટરમાં રહી મજુરીકામ કરતાં ભીમાભાઈ ચૌહાણ (રહે. જાંબુઆ, મધ્યપ્રદેશ)એ કોઇ અગમ્ય કારણોસર ઓરડીમાં દોરડાથી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…