વેપારીની નજીક ચુકવી ગઠિયો કળા કરી ગયો, ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ….
વાંકાનેર શહેરની સતત ધમધમતી મેઇન બજારમાં ધોળા દિવસે એક ગઠિયો કળા કરી છનન થઈ ગયો હતો, જેમાં મેઇન બજારમાં આવેલ પોપટલાલ નામની કટલેરીની દુકાનમાંથી વેપારીની નજર ચુકવી એક શખ્સ દોઢ લાખની મતા ભરેલું પર્સ લઇ ફરાર થઈ ગયો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની મેઇન બજારમાં આવેલ પોપટલાલ મનસુખલાલ & બ્રધર્સ નામની કટલેરીની દુકાનમાંથી ગઇકાલ બપોરે 12 વાગ્યાની આસપાસ એક અજાણ્યો શખ્સ વેપારીની નજર ચૂકવી દુકાનમાં રાખેલ રૂ. 1.5 લાખની મતા ભરેલ પર્સની ચોરી કરી ફરાર થઈ ગયો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી, જેના આધારે હાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/BzBEAnMDttU3jN1wz2iIBp