વાંકાનેર તાલુકાના મહીકા ગામ ખાતે ખેતીની જમીન વેચાણ કરી સાટાખત કર્યા બાદ આરોપી દ્વારા જમીનનો પાકો દસ્તાવેજ નહીં કરી આપી છેતરપિંડી આચરી બાદમાં ફરિયાદીએ દસ્તાવેજ કરવાનું જણાવતા યુવાનને જાતિ પ્રત્યે હળધુત કરતાં એક શખ્સ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે રહેતા ફરિયાદી વિજયકુમાર શિવાભાઈ ચાવડાએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ઉસ્માનભાઈ મામદભાઈ બાદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના માતા ચંપાબેનએ વર્ષ 2020 માં આરોપી પાસેથી ખેતીની જમીન ખરીદી કરી સાટાખત કરેલ હોય, જે બાદ આરોપીને અનેકવાર કહેવા છતાં આરોપીએ જમીનનો પાકો દસ્તાવેજ નહીં કરી આપી ફરિયાદીના માતા સાથે છેતરપિંડી કરી હોય, જેમાં ફરિયાદીએ આરોપીને દસ્તાવેજ કરવાનું જણાવતા આરોપીએ ફરિયાદીને જાતિ પ્રત્યે હળધુત કરતાં આ બાબતે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી સામે બીએનએસ કલમ 406, 420 તથા એન્ટ્રોસીટી એક્ટ 3(1)(r) મુજબ ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L