વાંકાનેર શહેર નજીક થાન રોડ પર નિર્માણાધિન ભગવાન માંધાતાદેવ અને સંત વેલનાથ બાપુના મંદિરનો આવતીકાલે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે….
વાંકાનેરના થાન રોડ પર નિર્માણાધિન ભગવાન માંધાતાદેવ અને સંત વેલનાથ બાપુના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલ તા. ૧૬ જાન્યુઆરી, ગુરુવારના રોજ ધામધૂમથી યોજાશે જેમાં સાથે જ માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ-વાંકાનેરના ઉપક્રમે 16 દિકરીઓના ભવ્ય ત્રીજા સમૂહ લગ્નોત્સવ પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમના અધ્યક્ષપદે ગુજરાત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને કેન્દ્ર સરકારના રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સંતો-મહંતો અને રાજકીય-સામાજિક આગેવાનો આ કાર્યક્રમમાં હાજરી આપશે. આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં પધારવા નાગરિકોને સમસ્ત કોળી સમાજ સમિતિ- વાંકાનેર દ્વારા આમંત્રણ પાઠવાયું છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0