Wednesday, July 30, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરની એલ. કે. સંઘવી વિદ્યાલય ખાતે રેન્જ આઇજીની અધ્યક્ષતામાં મહિલા સ્વરક્ષણ તાલીમ...

    વાંકાનેરની એલ. કે. સંઘવી વિદ્યાલય ખાતે રેન્જ આઇજીની અધ્યક્ષતામાં મહિલા સ્વરક્ષણ તાલીમ સમાપન સમારોહ યોજાયો….

    વાંકાનેર શહેરની એલ કે સંઘવી કન્યા વિદ્યાલય ખાતે આજરોજ શુક્રવારે રાજકોટ રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં મહિલા સ્વરક્ષણ તાલીમ સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં પોલીસ વિભાગ દ્વારા શાળામાં અભ્યાસ કરતી 350 કરતાં વધુ વિદ્યાર્થીનીઓને અસુરક્ષિત માહોલમાં કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે જરૂરી દાવપેચ તેમજ કરાટેથી સ્વરક્ષણ માટે 15 દિવસ સુધી તાલીમ આપવામાં આવી હતી, જેનો આજરોજ તાલીમ મેળવેલ વિદ્યાર્થીનીઓ દ્વારા ડેમો રજૂ કરવામાં આવ્યો હતો….

    આ સાથે પોલીસ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનનું લાઇવ ડેમોસ્ટ્રેશન રજૂ કરી પોલીસની તમામ કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી, જે બાદ વિદ્યાર્થીઓને ટ્રાફિક અવેરનેસ, સાઇબર ક્રાઇમ અંગે જાગૃતિ તેમજ ત્રણ નવા કાયદા બાબતે માર્ગદર્શન આપી પોલીસ વિભાગ પાસે ઉપલબ્ધ તમામ આધુનિક હથિયારોનું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું…

    આ તકે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી, સાંસદ સભ્ય કેશરીદેવસિંહ ઝાલા, ડીવાયએસપી સમીર સારડા તથા વિરલ દલવાડી, મામલતદાર કે. વી. સાનીયા, ચિફ ઓફિસર ગિરિશ સરૈયા, નગરપાલિકા પ્રમુખ ડિમ્પલબેન સોલંકી, સંસ્થાના પ્રમુખ અમરશીભાઈ મઢવી તથા ટ્રસ્ટી વિનુભાઈ રૂપારેલીયા, ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઇ પટેલ તથા અમિતસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ આંબલીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!