સાત મહિના પહેલા એક ખેડૂતની ટ્રેક્ટર ટ્રોલી તથા ત્રણ મહિના પહેલા એક ખેડૂતનું રોટાવેટરની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ….
વાંકાનેર તાલુકાના કોઠી ગામના વાડી વિસ્તારમાંથી કોઈ અજાણ્યો તસ્કરો એક ખેડૂતની ટ્રેક્ટરની ટ્રોલી તથા અન્ય એક ખેડૂતનું રોટાવેટર મશીન ચોરી કરી લઇ ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ મામલે બનાવના લાંબા સમય બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કોઠી ગામ ખાતે રહેતા ફરિયાદી દેવજીભાઈ લખમણભાઇ સોલંકી (ઉ.વ.૬૦)એ અજાણ્યા તસ્કરો સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીએ મહીકા ગામ પાસે ટાવર વાળી ધાર નજીક ફરીયાદીના પ્લોટ પાસે રોડની સાઈડમાં રાખેલ ટ્રેક્ટરની ટ્રોલી રજીસ્ટર નંબર GJ 14 W 7782 ની સાત મહિના પહેલા તથા અન્ય ખેડૂત ઉસ્માનગની અલાવદીભાઇ બાદીની તેજાવારૂ સીમમાં આવેલ વાડીએથી ત્રણ મહિના પહેલા એક રોટાવેટર મશીન સહિત બંને ખેડૂતના 1.20 લાખની કિંમતના ખેત સાધનોની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગયા હોય, જેથા આ મામલે હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg