વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામથી જડેશ્વર મેઇન રોડને જોડતો સિંગલ પટ્ટી રોડ લાંબા સમયથી ખખડધજ હાલતમાં હોય જેમાં મોરબી માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડના નવીનીકરણની કામગીરી તાજેતરમાં જ શરૂ કરવામાં આવી હોય, જેથી આ કામગીરીમાં સુધારો કરવા બાબતે કોઠારીયા ગ્રામ પંચાયત દ્વારા આજરોજ નાયબ કાર્યપાલક ઈજનેર શ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે…
રજુઆતમાં ગ્રામ પંચાયત દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોઠારીયા ગામથી જડેશ્વર તરફ જતા સિંગલ પટ્ટી ડામર રોડનું કામ હાલમાં ચાલુ હોય, જેમાં આ ડામર રોડની બંને બાજુ સાઈડમાં નિચાણ હોવાથી ત્યાં મેટલ-મોરમ ભરવી, રોડ પર પાણી નિકાલની જગ્યાએ પ્રોટેકશન દિવાલ બનાવવા તથા રોડની બંને બાજુ એક મીટર પહોળાઈ વધારવા તેમજ હાલમાં રોડનું કામ ઉચ્ચ ગુણવત્તાનું કરવા માંગ કરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47