વાંકાનેર શહેરના ગાયત્રી મંદિરના ઓડિટોરીયમ હોલ ખાતે આજરોજ રવિવારે કોળી કેરિયર એકેડેમી દ્વારા ચતુર્થ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં કોળી સમાજના વિશેષ પ્રતિભા ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ, સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા….
આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને દિવ-દમણના સાંસદ ઉમેશભાઈ કોળી પટેલ, અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના કાર્યકારી અધ્યક્ષ મનુભાઈ ચાવડા, ડો. ચિરાગ મોવદીયા (વાંકાનેર સિવિલ), ચેતનભાઇ ચૌહાણ (જી.પી.સી.બી.-મોરબી), બી. વી. કોઠારીયા (બાગાયતી અધિકારી, મોરબી), ડો. હસમુખ ઝિંઝુવાડીયા (ખેતીવાડી અધિકારી), અરવિંદભાઈ ધરજીયા (એમ.ડી, ગીતાંજલિ સંકુલ), સારંગપુર ધામના મહંત આર્યનભગત, કાળાસર ઠાકરધણી જગ્યાના મહંત વાલજીભગત સહિત વાંકાનેર વિસ્તારના સામાજિક તથા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા….
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોળી કેરિયર એકેડેમીના આયોજકો તથા સમાજના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.