વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં આરડીસી બેંક પાછળ દરેક મુસ્લિમ તહેવારો દરમ્યાન સેવાભાવી યુવાનો દ્વારા લંગર(ન્યાઝ) સેવાનું આયોજન કરવામાં આવે છે, જેમાં હાલ ચાલતા પવિત્ર મોહરમ તહેવાર નિમિત્તે છેલ્લા આઠ દિવસથી સમાજસેવક અફઝલભાઈ લાખા અને તેમની ટીમ દ્વારા સાંજના સમયે ઈમામ હુસૈનની યાદમાં આમ ન્યાઝ(લંગર)નું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનો લાભ બહોળી સંખ્યામાં નાગરિકો લે છે…
દર વર્ષની માફક આ વર્ષે પણ ભાઇઓ તથા બહેનોની કમીટી દ્વારા લંગર સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છેલ્લા આઠ દિવસથી આ સેવા અવિરતપણે ચાલુ છે. આ લંગર સેવામાં આવતા તમામ નાગરિકોને યુવા ટીમ દ્વારા ભરપેટ ભોજન કરાવવામાં આવે છે, સાથો સાથ લોકોને ઘરના સભ્યો માટે પણ ભોજન પાર્સલ આપવામાં આવે છે, જે આ સેવાની ખાસિયત છે….