વાંકાનેર તાલુકાની કાનપર પ્રાથમિક શાળામાં આજરોજ ત્રિવેણી કાર્યક્રમ યોજાયા હતા, જેમાં વાલી મીટીંગ, ધોરણ ૧ થી ૫ નો બાળમેળો તથા ડો. એ.પી.જે. અબ્દુલ કલામ નિર્વાણ દિનની ઉજવણી સહિતના કાર્યક્રમ યોજાયા હતા. જેમાં આજરોજ વર્ષની પ્રથમ વાલી મિટિંગમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની હાજરી, ગૃહકાર્ય, ગણવેશ, સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, વિદ્યાર્થી રિપોર્ટ કાર્ડ, બાહ્ય પરીક્ષાઓની તૈયારીઓ, વિદ્યાર્થી બેન્ક એકાઉન્ટ, વિદ્યાર્થી રેશનકાર્ડ, આધારકાર્ડ અપડેશન, શાળા સલામતી, એકમ કસોટીની પૂર્વ તૈયારીઓ, મધ્યાન ભોજન, તિથિ ભોજન, શાળા અને ગામમાં વૃક્ષારોપણ સહિતના મુદ્દે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.
આ સાથે જ ધોરણ 1 થી 5 ના બાળકો માટે શાળામાં બાળમેળાનું આયોજન કરવામાં આવેલ હોય, જેમાં ચીટકામ, ચિત્રકામ, રંગપુરણી, કાગળ કામ, બાળવાર્તા, અભિનય ગીત, માટીકામ, કાતરકામ, છાપકામ વગેરે વિષયોને ધ્યાનમાં લઇ યોજાયેલ પ્રવૃત્તિઓમાં બાળકોએ રસ પૂર્વક ભાગ લીધો હતો. આ સાથે જ આજ રોજ ભારતના મિસાઈલ મેન અને પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ નિર્વાણ દિન હોય ધોરણ 6 થી 8 ના બાળકોએ પોતાની જાતે અબ્દુલ કલામ જીવન ચિત્રનું વાંચન કરી કલામના જીવન વિશે બાળકોએ વિશેષ ચર્ચાઓ કરી હતી. આમ શાળાના વિવિધ કાર્યક્રમો અને બાળકોએ કરેલી પ્રવૃત્તિને નિહાળવા બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/BzBEAnMDttU3jN1wz2iIBp