વહિવટદાર શાસનમાં વાંકાનેર શહેરનો વિકાસ પુર ઝડપે, ચક્રવાત ન્યુઝ દ્વારા કરાયેલ મૌખિક રજૂઆત બાદ ચિફ ઓફિસર દ્વારા તાત્કાલિક ધોરણે પુરાણ કામગીરી કરાવાઇ…
વાંકાનેર શહેરની હાઈવે ચોકડીથી લીમડા ચોક સુધીના અડધો કિમીના જીનપરા મેઇન રોડ પર લાંબા સમયથી ઠેરઠેર ખોદકામના કારણે ગાબડાંઓ પડ્યા હોય, જેથી આ બાબતે ચક્રવાત ન્યુઝના તંત્રી યાકુબભાઈ બાદી દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને મૌખિક રજૂઆત કરતાં બાબતે તાત્કાલિક નગરપાલિકા દ્વારા ડામરથી ગાબડાં પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી….
અત્રે ઉલ્લેખનીય છે કે, વાંકાનેર નગરપાલિકા સુપરસીડ થયાની સાથે જ જાણે શહેર ભરમાં વિકાસ કાર્યોને બહાલી મળી હોય તેવો ઘાટ સર્જાયો છે, જેમાં છેલ્લા ૩૦ વર્ષમાં જે વિકાસ કાર્યો વાંકાનેર નગરપાલિકા સત્તાધીશો નથી કરી શક્યા તે તમામ વિકાસ કાર્યો છેલ્લા એક વર્ષની અંદર વાંકાનેર શહેરમાં વહીવટદાર શાસન દરમિયાન થતાં શહેરીજનો નજરે જોઈ રહ્યા છે. વિકાસની આ હરણફાળ જોતા શહેરીજનો વહિવટદાર શાસનનો હ્દય પુર્વક આભાર માની રહ્યા છે….
આ સાથે જ વિકાસના કામો બાબતે નગરપાલિકાના જવાબદાર અધિકારી તો હાલ થતી કામગીરીને ફક્ત ટ્રેલર ગણાવી, હજુ આગામી દિવસોમાં શહેરને આદર્શ શહેર બનાવ કોઇ કશર ન છોડવાની વાત જણાવી રહ્યા છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65