Thursday, November 21, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરના જીનપરા રામજી મંદિર ચોકમાંથી જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી ઝડપાયાં.....

    વાંકાનેર શહેરના જીનપરા રામજી મંદિર ચોકમાંથી જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી ઝડપાયાં…..

    વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં આવેલ રામજી મંદિર ચોક ખાતેથી ગતરાત્રીના દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને રંગેહાથ રોકડ રકમ રૂ. 12,100 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રામજી મંદિર ચોક ખાતે ગતરાત્રીના દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). જનકભાઈ પરસોત્તમભાઈ બાવળીયા (ઉ.વ. ૩૭), ૨). સુનીલભાઈ રમેશભાઈ રાણેવાડીયા (ઉ.વ. ૨૦), ૩). રફીકભાઈ જુમાભાઈ કુરેશી (ઉ.વ. ૨૨),

    ૪). રમેશભાઈ રામજીભાઈ ડાભી (ઉ.વ. ૩૪) અને ૫). હુશેનભાઈ વલીમામદભાઈ સેખાણી (ઉ.વ. ૩૬, રહે. તમામ જીનપરા, વાંકાનેર)ને રોકડ રકમ રૂ. 12,100 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!