વાંકાનેર તાલુકાના જામસર ગામ ખાતે થોડા દિવસ પહેલા એક અજાણ્યા પુરૂષની માર મારી હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હોય, જે બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવી મૃતક અજાણ્યો શખ્સ જામસર ગામે મહિલાઓ સામે જોઇ અજાણી ભાષા બોલતો હોય, જેને જતું રહેવાનું કહેવા છતાં ત્યાંથી ન જતા બે શખ્સોએ મળી લાકડી તથા દોરડા વડે ઢોરમાર મારતાં યુવાનનું મોત થયું હોવાનો ખુલાસો થયા બાદ આ મામલે પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જામસર ગામ ખાતે એક અજાણ્યો પુરુષ આમ તેમ આંટા મારતો હોય અને ન સમજાય તેવી ભાષા બોલતો હોય તેમજ મહીલાઓ સામે જોઇ બોલતો હોય જેને ગામમાંથી નિકળી જવાનું કહેવા છતાં ગામમાંથી ન જતા આરોપી પ્રભુભાઈ લાલજીભાઈ દંતેસરીયાએ મૃતકને લાકડીથી આડેધડ માર મારી તથા આરોપી અશોકભાઈ નથુભાઈ દેલવાડીયાએ દોરડા વડે માર મારતાં અજાણ્યા પુરૂષનું મોત થયું હતું, જેથી આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ઉપરોકત બંને આરોપીઓની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc