ધારાસભ્ય જીતુભાઇ સોમાણી આયોજીત માર્કેટ ચોક કા રાજા ગણેશ મહોત્સવ સંપન્ન, તમામ સ્થળોએથી ભારે હૈયે ગજાનનની વિદાય….
વાંકાનેર વિસ્તારમાં ગણેશચતુર્થી નિમિત્તે ઠેર ઠેર પંડાલોમાં ગણેશ ભગવાનની સ્થાપના કરી ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી હોય, જેમાં આજરોજ ગણેશ મહોત્સવનાં અંતિમ દિવસે ધારાસભ્ય જીતુભાઇ સોમાણીની આગેવાનીમાં ગણેશ વિસર્જન શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં સૌથી મોટા ગણપતિ આયોજન એવા માર્કેટ ચોક કા રાજા સાથે સહિત તમામ સ્થળોએથી ગણપતિ વિસર્જન યાત્રાઓ યોજાઇ હતી…
વાંકાનેર વિસ્તારમાં છેલ્લા ૧૧ દિવસથી ગણપતિ મહોત્સવની ધામધૂમ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દરરોજ સવાર-સાંજ બાપ્પાંની આરતી અને પૂજન, મહાપ્રસાદ સહિતના આયોજનો સાથે સામાજિક અને સેવાકીય કાર્યક્રમનો પણ ત્રિવેણી સંગમ રચાયો હતો. આજે ગણપતિ બાપાને અગલે બરસ તું જલ્દી આનાની ભાવભરી વિનંતી સાથે ભાવિકોએ ગણપતિ વિસર્જન કર્યું હતું….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg