વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા શહેરના ગ્રીનચોક વિસ્તારમાંથી હાલ ચાલતા આઈપીએલમાં રોયલ ચેલેન્જર બેંગ્લોર અને ચેન્નઇ સુપર કિંગ વચ્ચેની ક્રિકેટ મેચમાં રનફેર તથા હારજીતનો જુગાર / સટ્ટો રમતા એક ઇસમને રંગે હાથ ઝડપી પાડી તેની વિરુદ્ધ ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે શહેરના ગ્રીનચોક વિસ્તારમાંથી આરોપી હુસેનભાઈ વલીમામદભાઈ સેખા (ઉ.વ. ૩૮, રહે. લક્ષ્મીપરા) ને જાહેરમાં મોબાઈલ ફોનથી અન્ય ઇસમ પાસે રોયલ ચેલેન્જર બેંગ્લોર અને ચેન્નઇ સુપર કિંગ વચ્ચેની ક્રિકેટ મેચમાં રનફેર ઉપર પૈસાની હારજીતનો સટ્ટો રમતા રંગેહાથ રોકડ રકમ તથા મોબાઇલ સહિત કુલ રૂ. ૫૮૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ બનાવમાં બંને ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1