પોલીસ પોતાની અનેકવિધ કામગીરીથી ‘ પોલીસ પ્રજાનો મિત્ર ‘ સુત્રને સાર્થક કરતી હોય છે, જેનું તાજેતરમાં ઉદાહરણ વાંકાનેર પોલીસે બેસાડ્યું છે. જેમાં વાંકાનેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા ભોજરાજસિંહ ઝાલા દ્વારા ટ્રાફિક સેન્સ અંતર્ગત વાહન ચેકિંગ દરમિયાન હાઇવે જકાતનાકા પાસે સર્વિસ રોડ પર રેઢું પડેલ,
શંકાસ્પદ હોન્ડા એસપી સાઇન બાઇકને પોકેટકોપ એપમાં વેરીફાઇ કરતા મૂળ માલિક હળવદના પુનમબેન મંગળભાઈ ભોજવિયાનું સામે હોય જેને આ અંગે મોરબી પોલીસમાં બાઇક ચોરીની અરજી કરેલ હોય, જેથી વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એચ. વી. ઘેલા ની સૂચના અને માર્ગદર્શનથી પોલીસે આ બાઇકને તેના મૂળ માલિકને સોંપી તેરા તુજકો અર્પણ અંતર્ગત સુંદર કામગીરી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47