વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના ગાંગિયાવદર ગામની વગડીયા વાળી સીમાના કાચા રસ્તા પાસેથી આરોપી મનસુખભાઇ ઉર્ફે ભગત ધરમશીભાઈ ધોરીયા અને રસિકભાઈ ધીરુભાઇ ધરજીયા (રહે. બંને ગાંગીયાવદર)ને બે બોટલ વિદેશી દારૂની સાથે ઝડપી લીધા હતા. જેમાં આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા આરોપી ચેતનભાઈ પ્રેમજીભાઈ કણોતરા(રહે. મોરથરા) આ વિદેશી દારૂની બોટલ આપી ગયો હોવાની કબૂલત આપતાં તેની ઝડપી લેવા પોલીસે તજવીજ શરૂ કરી ત્રણેય આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD