વાંકાનેર શહેરના આરોગ્ય નગર વિસ્તારમાં રહેતા હરેશભાઇ કુકાભાઈ શિહોરા (ઉ.વ. ૪૬) નામના યુવાને ગત તા. ૦૬ ના રોજ ગાયત્રી મંદિર નજીક મહાકાળી મંદિર પાછળ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ ઘેર લાવવામાં આવ્યો હોય,
જે બાદ ગઈકાલે યુવાનને શ્વાસ લેવામાં તકલીફ થતા સારવાર માટે રાજકોટ લઈ જતા હોય, ત્યારે રસ્તામાં બેભાન થઇ જતા પરત વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરતાં ફરજ પરના તબીબે તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….