વાંકાનેર તાલુકાના ગારીડા નજીક આવેલ સિંચાઈ માટેના પાણીના તળાવમાં આજે વહેલી સવારે સિંચાઈ માટે પાણી છોડવાના વાલ પાઇપ ડેમેજ થતા પાણીનો ધોધ શરૂ થયો છે, જેની જાણ થતાં જ સમગ્ર ગ્રામજનો સ્થળ પર દોડી ગયા છે, અને હાલ બનાવની જાણ ઉચ્ચ તંત્રને કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગારેડા ગામ નજીક આવેલ સિંચાઈ માટેના તળાવ ભારે વરસાદના કારણે સંપૂર્ણ ભરાઈ ગયું હોય ત્યારે આજે વહેલી સવારે તળાવમાંથી સિંચાઈ માટે પાણી છોડવા માટેના વાલનો પાઇપ ડેમેજ થતા તિરાડ પડી જતાં તેમાંથી વહેલી સવારથી પાણી નિકળવાનું શરૂ થયું છે જેના કારણે હાલ તળાવમાંથી નિકળતો હોકરો બે કાંઠે થયો છે. હાલ તળાવમાંથી પ્રેસરથી પાણી નિકળતા તળાવ ખાલી થવાનું શરૂ થયું છે, બનાવની જાણ થતા જ ગામના સરપંચ સહિતના લોકો ઘટના સ્થળે દોડી ગયા છે અને બનાવની જાણ તંત્રને કરતા ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર આવવા રવાના થયા હોવાની માહિતી મળી રહી છે…
હાલ જો તાત્કાલિક આ વાલ અને ડેમેજ પાઇપનું સમારકામ નહીં કરવામાં આવે, તો થોડા જ સમયમાં સંપૂર્ણ તળાવ ખાલી થઈ જશે જેના કારણે આસપાસના વિસ્તારમાં આગામી શિયાળુ પાક માટે ખેડૂતોને સિંચાઈનો મોટો પ્રશ્ન ઉદભવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg