Friday, September 20, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર સીટી તથા તાલુકા પોલીસ દ્વારા ઝડપાયેલ રૂ. 66.67 લાખના વિદેશી દારૂના...

    વાંકાનેર સીટી તથા તાલુકા પોલીસ દ્વારા ઝડપાયેલ રૂ. 66.67 લાખના વિદેશી દારૂના જથ્થા રોલર ફેરવી નાશ કરાયો…

    રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા વાંકાનેર સીટી તથા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા અંગે ડ્રાઇવ કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને વાંકાનેરના ગારીડા ગામની સીમમાં પડતર ડામ રોડ પર વાંકાનેર સિટી પોલીસ તથા વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વિદેશી દારૂના કુલ 33 ગુનામાં ઝડપાયેલ 66.67 લાખની કિંમતના મુદ્દામાલ પર રોડ રોલર ફેરવીને નાશ કરાયો હતો….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર-ચોટીલા નેશનલ હાઈવે પર ગારીડા ગામ તથા રંગપર ગામ વચ્ચે હોટલ તિરર્થ પાસે આવેલા પડતર ડામર રોડ ખાતે ગઇકાલે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલી વિદેશી દારૂની 735 નંગ બોટલો તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ વિદેશી દારૂની 4,870 બોટલ તથા 7096 નંગ બિયરના ટીન સહિત કુલ રૂ. 66,67,735 ની કિંમતના મુદ્દામાલ પર અધિકારીઓની ઉપસ્થિતિમાં રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!