વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી નજીક આવેલા સ્પામાં સંચાલક દ્વારા સ્પા વર્કરની વિગતો પોલીસને નહિ આપવાની સાથે સીસીટીવી કેમેરાનું બેકઅપ નહીં સાચવી નિયમોનો ભંગ કરતા બાબતે મોરબી એસઓજી ટીમે સ્પા સંચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમ દ્વારા વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી નજીક આવેલ સ્પર્શ સ્પામાં ચેકીંગ કરતા રાજકોટના રહેવાસી સ્પા સંચાલક કમલ ઉર્ફે રાજુ શીતલપ્રસાદ બોરાસીએ સ્પા વર્કર્સના બાયોડેટા પોલીસમાં જમા ન કરાવ્યા હોવાનું તેમજ સીસીટીવી કેમેરાનું બેકઅપ નહીં સાચવી જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યા હોવાનું સામે આવતા પોલીસે સ્પા સંચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ગુન્હો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65