Friday, November 22, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના રાતીદેવરી ગામ ખાતે પિવાના પાણીની માંગ સાથે ગ્રામજનોએ કર્યો ચક્કાજામ.....

    વાંકાનેરના રાતીદેવરી ગામ ખાતે પિવાના પાણીની માંગ સાથે ગ્રામજનોએ કર્યો ચક્કાજામ…..

    મહિલાઓ પીવાના મીઠા પાણીની માંગ સાથે રોડ પર ઉચરી આવી, લેખિતમાં બાંહેધરી મળતાં મામલો થાળે પડ્યો….

    વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામ ખાતે આજે સવારે ગામની મહિલાઓ પીવાના શુદ્ધ મીઠાં પાણીની માંગ સાથે રોડ પર ઉતરી આવી ચક્કાજામ કર્યો હતો, જેમાં બાબતની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, જેમાં બે કલાક કરતાં વધારેની સમજાવટ બાદ સરપંચ તથા મંત્રી દ્વારા લેખિતમાં બાંહેધરી આપતા આખરે મામલો થાળે પડ્યો હતો…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામની મહિલાઓ આજે પિવાન પાણી પ્રશ્ને બેડા સાથે રોડ પર ઉતરી આવી, વાંકાનેર-જડેશ્વર મુખ્ય માર્ગ પર બેસી જઇ ચક્કાજામ સર્જી પોતાની વ્યથા ઠાલવી હતી, જેમાં પોલીસ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ અને આંદોલનકારી મહિલા સહિતના ગ્રામજનોને સમજાવવાના પ્રયાસો કર્યા હતા, જેમાં બે કલાક કરતાં વધારેના ચક્કાજામ બાદ સરપંચ તથા મંત્રી દ્વારા લેખિતમાં બાંહેધરી આપી આગેવાનો દ્વારા સમજાવટ કરતાં આખરે મામલો થાળે પડ્યો હતો અને મહિલાઓ પોતાના ઘર તરફ વળી હતી…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!