નશાકારક પદાર્થો માનવ જીવન માટે હંમેશા નુકસાનકારક હોય છે, છતાં પણ ઘણાબધા લોકો એનકેન પ્રકારના નશા કરી પોતાની અને પરિવારની જીંદગી જોખમમાં મૂકતા હોય છે. ત્યારે નશા કરતા લોકો માટે બોધપાઠ સમાન કિસ્સો વાંકાનેર વિસ્તારમાં સામે આવ્યો છે, જેમાં દારૂના નશામાં ચૂર બની ચાલીને જતો એક યુવાન અચાનક પડી જતા માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયાનો બનાવ સામે આવ્યો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં આવેલ સનહાર્ટ સિરામિકમાં રહી મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના વતની શિવ સંજુભાઈ માવી (ઉ.વ. ૩૦) નામનો યુવાન દારૂના નશામાં ચૂર બની ચાલીને જતો હોય, ત્યારે અચાનક શરીરનું બેલેન્સ ગુમાવતા પડી જતા માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1