વહીવટી કારણોસર રાજ્ય સરકાર દ્વારા યોજાનાર મોકડ્રીલને સ્થગિત કરવા મોડીરાત્રીના નિર્ણય કરાયો…
મોરબી જિલ્લામાં સરકારના ‘ઓપરેશન શિલ્ડ’ અન્વયે સુરક્ષા અને સલામતી માટે સિવિલ ડિફેન્સના ભાગરૂપે આવતીકાલે રાજ્ય સરકારના નિર્દેશ અનુસાર મોકડ્રીલનું આયોજન કરવામાં આવનાર હોય, જેને બુધવારે મોડીરાત્રીના વહીવટી કારણોસર સ્થગિત કરવા નિર્ણય લેવામાં આવ્યો છે…
આ મોકડ્રીલ અને બ્લેકઆઉટએ સુરક્ષા માટે લેવામાં આવતા પગલાનો એક ભાગ છે, જેથી મોરબી જિલ્લાના નાગરિકોએ ગભરાવાની કોઈ જરૂર નથી. આવનારા સમયમાં કોઈ આપત્તિજનક પરિસ્થિતિનું નિર્માણ થાય તો તે પરિસ્થિતિનો સામનો કરવા આપણે સક્ષમ બનીએ અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકીએ તે માટે અગમચેતીરૂપે આ આયોજન કરવામાં આવ્યું હોય, જે નિર્ણયને હાલ પુરતો સ્થગિત કરાયો છે.
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA