વાંકાનેર હાઇવે પર બાઈક પર સુતા સુતા વાહન ચલાવી જોખમી રીતે બાઈક સ્ટંટ કરતાં એક યુવાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોય, જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા બાઇકના નંબર પરથી જોખમી બાઇક સ્ટંટ કરનાર સગીર અને તેના વાહન માલિક એવા વાલી સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવ્યું હતું…
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર બાઉન્ડ્રીથી વાંકાનેર શહેર તરફ આવતા નેશનલ હાઈવે પર બાઈકમાં જોખમી રીતે સ્ટંટ કરી પોતાની અને અન્ય વાહન ચાલકોની જિંદગી જોખમમાં મૂકનાર એક યુવાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોય, જેના આધારે પોલીસે આ બનાવમાં તપાસ કરી વાહન નં. GJ 36 AG 7951 પરથી વાહન માલિક મનસુખભાઇ લાખાભાઇ ભાલીયા (રહે. ભલગામ)ને શોધી કાઢી પુછપરછ કરતા વિડિયોમાં તેમનો સગીર પુત્ર હોવાનું જણાવતા પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર તથા વાહન માલિક એવા વાલી સામે કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવ્યું હતું…