વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામની સીમમાં આવેલ શિવાય ઇન્ડસ્ટ્રીઝના લેબર ક્વાર્ટરમાં રહેતા પરપ્રાંતીય શ્રમિક યુવાનને તેની પત્ની સાથે ઝઘડો થયો હોય, જેમાં યુવાનને મનમાં લાગી આવતા પત્ની સુઇ ગયા બાદ યુવાને ઓરડીમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામની સીમમાં આવેલ શિવાય ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં રહી મજૂરી કામ કરતા રોશનભાઈ બસંતભાઈ ધુર્વ (ઉ.વ. ૨૩, મુળ રહે. દુનાવા, મધ્યપ્રદેશ)ને તેની પત્ની સાથે બોલાચાલી થતાં પત્નીને સામાન્ય માર મારેલ હોય જેથી પત્ની રિસાઈને સુઇ જતા યુવકને મનમાં લાગી આવતા ઓરડીમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm