વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટી ખાતે રહેતા એક યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક ભાટીયા સોસાયટી ખાતે રહેતા વિપુલભાઈ ડાયાભાઈ મસુરીયા (ઉંમર વર્ષ 28) નામના યુવાને ગઇકાલે સવારે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવની વધુ તપાસ એ.એસ.આઇ. નારણભાઈ લાવડીયા ચલાવી રહ્યા છે…..