ભારત વિકાસ પરિષદની વાંકાનેર શાખા દ્વારા ભારત કો જાનો પ્રશ્નમંચનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં ધોરણ 6 થી 12 ના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ બે તબક્કામાં પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં વાંકાનેરની સાત પ્રાથમિક શાળાઓ અને ત્રણ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતા. પહેલા તબક્કામાં શાળા કક્ષાએ લેખિત પ્રશ્નમંચમાં વાંકાનેર તાલુકામાં કુલ 450 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓ વચ્ચે મૌખિક પ્રશ્નમંચનું આયોજન કરવામાં આવ્યું હતું .
આ પ્રશ્નમંચમાં પ્રાથમિક વિભાગમાં જ્ઞાનગંગા પ્રાથમિક શાળા (અંગ્રેજી માધ્યમ) અને માધ્યમિક વિભાગમાં કે. કે. શાહ મા. અને ઉ. મા. વિદ્યાલય ની ટીમ વિજેતા થઈ હતી. આ બંને વિજેતા ટીમો આગામી રવિવારે સુરેન્દ્રનગર મુકામે યોજાનાર પ્રાંતીય પ્રશ્નમંચમાં ભાગ લેવા જશે. ભારત વિકાસ પરિષદ દ્વારા સમગ્ર ભારતમાં આ પ્રકારના ભારત કો જાનો પ્રશ્નમંચનું આયોજન થયું છે, જેમાં ભારતમાં લગભગ 25 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપેલ છે…
વાંકાનેર ખાતે યોજાયેલ પ્રશ્નમંચનું ઉદ્ઘાટન ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલ અને ભારત વિકાસ પરિષદ-વાંકાનેર શાખાના પ્રમુખ ચેતનભાઇ ભીંડોરા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રશ્નમંચમાં નિર્ણાયક તરીકે દર્શનાબેન જાની અને રસિકભાઈ ખોરજા, પ્રાશ્નનિક તરીકે હિરેનભાઈ ખીરૈયા અને તેમના પત્ની રીપલબેન ખીરૈયાએ સેવા આપી હતી. આ પ્રશ્નમંચના આયોજનમાં વાંકાનેર શાખાની કારોબારી સમિતિના મંત્રીશ્રી ભૂપતભાઈ છૈયા, જતીનભાઈ ભીંડોરા અને મહિલા સમિતિ, ભારત વિકાસ પરિષદના કાર્યકર્તાઓ ધ્રુવગીરી ગોસ્વામી, નિલેષભાઈ ધોળકિયા, રામદેભાઈ ભાટીયાએ જહેમત ઊઠાવી હતી અને પ્રતિભાગી દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg