મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે આજરોજ વાંકાનેર તાલુકાના ભલગામ નજીક ખનીજ ચોરીનો દરોડો પાડી સાદી રતી તથા સિલિકા સેન્ડ ખનીજની ચોરી કરતા છ ડમ્પરોને ઝડપી પાડી બે કરોડથી વધારેનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી જે. એસ. વાઢેરની સુચનાની ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા વાંકાનેરના ભલગામ નજીક ઓનેસ્ટ હોટલ પાસે દરોડો પાડી સાદી રેતી ખનીજ તથા સિલિકા સેન્ડ ખનીજનું બિન અધિકૃત વહન કરતા કુલ ૦૬ (છ) વાહનો સીઝ કરવામાં આવ્યા હતા, જેમા ૧). ડમ્પર નં. જીજે ૦૩ બીઝેડ ૧૯૯૧ ના માલીક ચંદ્રસિંહ ભગવતસિંહ રાઠોડ (રહે.રાજકોટ), ૨). ડમ્પર નં. જીજે ૦૩ બીવી ૭૧૯૯ ના માલીક ધાંધલ રાજુભાઈ સુરીંગભાઈ (રહે. સુરેન્દ્રનગર),
૩). ડમ્પર નં. જીજે ૧૩ એડબલ્યુ ૯૯૬૭ ના માલીક ભાવેશભાઈ ધનજીભાઈ સોલંકી, ૪). ડમ્પર નં. જીજે ૧૩ એડબલ્યુ ૯૯૨૧ ના માલીક દેવાભાઈ સુરાભાઈ ખંભાળીયા (રહે. રાજકોટ), ૫). ડમ્પર નં. જીજે ૧૩ એક્ષ ૭૩૫૧ના માલીક મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ રાઠોડ (રહે. સુરેન્દ્રનગર) અને ૬). ડમ્પર નં .જીજે ૦૩ બીઝેડ ૮૩૩૧ ના માલીક પટેલ કન્સલ્ટન્ટ (રહે. રાજકોટ) વાહનોને સીઝ કરી સંતકૃપા સ્ટોન ક્રશર-ભલગામ ખાતે રાખી કુલ અંદાજીત બે કરોડનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47