
પોલીસે રૂ. 35 લાખની કિંમતની કાર સહિત ચાર યુવાનોની અટકાયત કરી, પોલીસની પ્રેરણાદાયી કાર્યવાહી….

વાંકાનેર શહેર નજીક હાઇવે પર અવારનવાર યુવાનો દ્વારા બર્થ-ડે સેલિબ્રેશનના નામે ખોટા સિન-સપાટા કરવામાં આવતા હોય છે, ત્યારે આવો એક વિડિયો આજે સવારથી સોસિયલ મિડિયામાં વાયરલ થતાં જ પોલીસ એક્ટીવ મોડમાં આવી ગઇ હતી અને વિડિયોમાં દેખાતા ચાર યુવાનોને પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું….


બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર ઓવરબ્રિજ પાસે અમુક યુવાનો દ્વારા કાર ઉભી રાખી, કેક કાપી, ફટાકડા ફોડી લોકોમાં ભયનું વાતાવરણ ઉભું કરતો બર્થ-ડે સેલિબ્રેશનનો એક વિડીયો આજ સવારથી સોસીયલ મિડિયામાં વાયરલ થતાં બાબતે વાંકાનેર સિટી પોલીસ ટીમે તપાસ શરૂ કરી વિડિયોમાં દેખાતા યુવાનોની ઓળખ કરી તમામ સામે આઇ.પી.સી. કલમ. ૨૮૩, ૨૮૬, ૩૩૬, ૧૧૪ તથા એમ.વી. એકટ કલમ-૧૨૨ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી….

જેમાં પોલીસે આરોપી ૧). બુરહાનુદીન તૈયબઅલી મલકાની (ઉ.વ. ૨૬), ૨). હુશેન ઉર્ફે બાજી સબીરભાઈ હાથી (ઉ.વ. ૨૮), ૩). અમીરભાઇ મુસ્તાકભાઈ તાજાણી (ઉ.વ. ૩૧) અને ૪). અજીજભાઇ મુસ્તુભાઈ સરાવાલા (ઉ.વ. ૨૭, રહે. તમામ વોરાવાડ, વાંકાનેર)ને રૂ. 35 લાખની કિંમતનાહી ફોર્ચ્યુનર કાર નંબર GJ 03 MH 5300 સાથે ઝડપી પાડી કાયદાનું ભાન કરાવી અન્ય યુવાનો માટે બોધરૂપ કાર્યવાહી કરી હતી…

વાંકાનેર સિટી પોલીસ ટીમની આ કામગીરીમાં પીઆઇ એચ. વી. ઘેલા, એ.એસ.આઈ નારણભાઈ લાવડીયા, હેડ. કો. યશપાલસિંહ પરમાર, હરપાલસિંહ પરમાર, રવિભાઈ લાવડીયા, માલાભાઈ ગાંગીયા, ધર્મરાજભાઈ ગઢવી સહિતના જોડાયા હતા…

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp



