વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં બે યુવાનો વચ્ચે પ્રસંગમાં બોલોચાલી થયેલ હોય, જે બાદ મામલો બિચક્યો હતો અને એક ઇસમ દ્વારા યુવાન પર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડતા યુવાનને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જે બાદ આ મામલે આરોપી સામે વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના વૃંદાવન પાર્કમાં રહેતા ફરિયાદી જયપાલસિંહ રાજેન્દ્રસિંહ ઝાલાએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી કરણ હસુભાઈ લોધા (રહે. વેલનાથપરા) સામે ફરિયાદ નોંધાવી છે કે, આરોપી અને ફરિયાદીએ પ્રસંગમાં બોલાચાલી થઇ હોય, જે બાદ આરોગ્યનગરના ઢાર પાસે આરોપીએ ફરિયાદીને ફરી ગાળો આપી છરી વડે હુમલો કરી માર મારી ઇજાઓ પહોંચાડતા તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જે બાદ હાલ યુવાનની ફરિયાદ પરથી વાંકાનેર સીટી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm