વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ લેન્ડ ગ્રીસ ટાઇલ્સ સિરામિક ફેકટરીમાં કામ કરતા મધ્યપ્રદેશના વતની બે યુવાનોનું એમપીથી ઇકો કારમાં આવેલ આઠ શખ્સોએ અપહરણ કરી મધ્યપ્રદેશ લઈ જઇ બંને યુવાનોને ઢોર માર મારી, ખંડણી માંગતા બનાવની વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હોય, જે બનાવમાં પોલીસે ત્રણ આરોપીઓની મધ્યપ્રદેશ ખાતેથી ધરપકડ કરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ લેન્ડ ગ્રીસ ટાઈલ્સ નામના કારખાના પાસેથી ફરિયાદી વિકાસ ગુડા બારેલા અને અન્ય એક યુવાનનું મધ્યપ્રદેશથી ઇકો કારમાં આવેલ આઠ શખ્સો ફરીયાદીનો સાળો આરોપીની દિકરીનું અપહરણ કરી લઇ ગયેલ હોય, જે મળી ગયેલ છે તેમ કહી અપહરણ કરી મધ્યપ્રદેશના દોલતપુર ગામે લઇ જઇ માર મારી ફરિયાદીના પરિવારજનોને ફોન કરી પૈસાની માંગણી કરી હોવાનો બનાવ સામે આવ્યો હોય, જે બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે આઠ શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી…
આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લા ખાતે તપાસમાં જઇ આરોપીઓની માહીતી મેળવી આરોપીઓ અલગ અલગ ગામડાઓમાં રહેતા હોય, જેથી સ્થાનીક પોલીસ સાથે રાખી ગામડાઓમાં નાઇટ કોમ્બીંગ કરી ગુનામાં ઉપયોગમાં લીધેલ ઇકો કાર નં. MP 11 CC 7684 સાથે આરોપી
૧). રણજીત દોલા વસુનીયા (રહે.દોલતપુરા, એમપી), ૨). સંગ્રામ છગનલાલ કટારા (રહે.આંનદ ખેડી, એમપી) અને ૩). લવકુશ ઉર્ફે લોકેશ રામાજી મેડા (રહે. હનુમતીયા ફાગ, એમપી) ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર તાલુકા પોલીસ ટીમની આ કામગીરીમાં પીએસઆઇ એલ. એ. ભરગા, હેડ કો.મયુરધ્વજસિંહ જાડેજા, એ.એસ.આઇ. ચમનાભાઇ ચાવડા, કો. સંજયસિંહ જાડેજા, વિજયભાઇ ડાંગર તથા દિનેશભાઇ લોખીલ તથા એમ.ટી વિભાગ-મોરબીના વલ્લભભાઈ સહિતના જોડાયા હતા…