Friday, June 20, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના પાડધરા ગામે હોટલના ગ્રાઉન્ડમાં ટ્રકમાં તાલપત્રી બાંધતી વેળાએ હાથ 66 કેવી...

    વાંકાનેરના પાડધરા ગામે હોટલના ગ્રાઉન્ડમાં ટ્રકમાં તાલપત્રી બાંધતી વેળાએ હાથ 66 કેવી વિજ લાઇનને અડી જતા ટ્રક ચાલકનું મોત….

    વાંકાનેર તાલુકાના પડધરા ગામની સીમમાં આવેલ ગાત્રાળ હોટલના ગ્રાઉન્ડમાં એક ટ્રક ચાલક દ્વારા પોતાનો ટ્રક ઉભો રાખી વરસાદી માહોલના કારણે ટ્રકની કેબીન ઉપર ચડી તાલપત્રી બાંધતો હોય દરમ્યાન ઉપરથી પસાર થતી 66 કેવી વીજ લાઇનને હાથ અડી જતાં ઇલેક્ટ્રીક શોક લાગવાથી ટ્રક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પાડધરા ગામની સીમમાં આવેલ ગાત્રાળ હોટલના ગ્રાઉન્ડમાં ટ્રક ચાલક નેભાભાઈ હાજાભાઇ ઓડેદરા (ઉંમર વર્ષ 40)એ પોતાનો ટ્રક ઉભો રાખી વરસાદી માહોલ હોવાથી ટ્રકની કેબીન ઉપર ચડી તાલપત્રી બાંધતો હોય, દરમ્યાન ઉપરથી પસાર થતી 66 કેવી વિજ લાઇનને હાથ અડી જતા ઇલેક્ટ્રીક શોક લાગવાથી ટ્રક ચાલકનું કરૂણ મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!