વાંકાનેર તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજરોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે, જેમાં તાલુકામાં કુલ 19 સરપંચો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હોય, જે પૈકી 08 ગામોમાં સરપંચ પદ માટે એકમાત્ર ઉમેદવાર બાકી રહેતા તેમને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે…
આ સાથે જ વાંકાનેર તાલુકામાં કુલ 135 ગ્રામ પંચાયતના સભ્યોની ખાલી પડેલ બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હોય, જે પૈકી 55 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે, જ્યારે 28 બેઠકો પર કોઇએ પણ ઉમેદવારીપત્ર ન ભરતા આ બેઠકો ખાલી રહેશે, જેથી બાકી રહેતી 52 સભ્યોની બેઠકો અને 11 સરપંચ માટે આગામી તા. 22 જુનના રોજ મતદાન અને 25 જુને મતગણતરી હાથ ધરવામાં આવશે….
આજરોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વાંકાનેર તાલુકામાં કુલ 19 ગ્રામ પંચાયતો પૈકી ૧). ભાયાતી જાંબુડીયા, ૨).ગારીયા, ૩). ધરમનગર, ૪). પલાસડી, ૫). ચંદ્રપુર, ૬). રાજાવડલા, ૭). જાલી અને ૮). અમરસર ગ્રામ પંચાયતોમાં સરપંચ પદના ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે….
જેથી હવે વાંકાનેર તાલુકાની ૧). ભેરડા, ૨). ચાંચડીયા-કાશીપર, ૩). સિંધાવદર-વિડી ભોજપરા, ૪).પંચાસીયા, ૫). ભાટીયા સોસાયટી, ૬). પીપળીયા રાજ, ૭). સતાપર, ૮). હસનપર, ૯). શેખરડી, ૧૦). ખીજડીયા-પીપરડી અને ૧૧). પાજ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે ચૂંટણી યોજાશે….