વાંકાનેરના રહેવાસી અલ્તાફ હુદાણીએ તેના મિત્ર હરેન્દ્રસિંહ ઈન્દુભા ઝાલા પાસેથી હાથ ઉછીના દસ લાખ રૂપિયા લીધેલ હોય, જે પરત માંગતા તેની ચુકવણી પેટે અલ્તાફ હુદાણીએ હરેન્દ્રસિંહ ઈન્દુભા ઝાલાને દસ લાખનો ચેક આપેલ હોય જે ચેક રીટર્ન થતા ફરિયાદી હરેન્દ્રસિંહ ઈન્દુભા ઝાલાએ પોતાના વકીલ મારફતે વાંકાનેર કોર્ટમાં કેસ દાખલ કરતા,
સદરહુ કેસ નામદાર શ્રી એસ. કે. પટેલ સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના વકીલ ફારૂક એસ.ખોરજીયાએ કરેલ ધારદાર દલીલો અને નામદાર હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના રજુ કરેલ ચુકાદાને કોર્ટે માન્ય રાખી આરોપી અલ્તાફ હુદાણીને એક વર્ષની સજા અને ફરિયાદીને વળતર પેટે રૂપિયા દસ લાખ ચૂકવવાનો હુકમ કર્યો છે. આ કામના ફરિયાદી વતી વકીલ તરીકે ફારૂક એસ.ખોરજીયા અને કૌશરબાનુ એ. ખોરજીયા રોકાયેલ હતા…

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm