વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં આજરોજ ઉમેદવારી પત્રની ચકાસણી દરમિયાન કુલ 53 માંથી સાત ઉમેદવારના ફોર્મ થતા 46 જેટલા ઉમેદવારનો ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે, જેમાં વોર્ડ નં. બેમાં 01 ફોર્મ, વોર્ડ નં. ચારમાં એક કોંગ્રેસના ડમી અને એક એનસીપીના મુખ્ય ઉમેદવાર એમ 02 ફોર્મ, વોર્ડ નં. છમાં 02 ભાજપના ડમી ફોર્મ તેમજ વોર્ડ નં. સાતમાં એક ભાજપનાં મુખ્ય ઉમેદવાર અને એક ડમી એમ 02ના ફોર્મ મળી કુલ સાત ફોર્મ રદ થયા છે…..
આજરોજ ફોર્મ ચકાસણી પુર્ણ થયા બાદ આવતીકાલે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ હજુ પણ વધુ બેઠકો બિનહરીફ થવાની શક્યતા દર્શાવાઇ રહી છે….